વાંકાનેર પોલીસ ખાતાએ યોગ્ય શિખામણ આપી
વાંકાનેર: આજના આધુનિક યુગમાં મહિલાઓ આત્મા નિર્ભર બને તેવા પ્રયાસો સરકારના રહ્યા છે, જેના ભાગરૂપે મહિલાઓને 33% અનામત મળી છે; ત્યારે સરકારના પ્રયાસોને સફળ બનાવવા માટે સરકારી બાબુઓ પણ જુદા જુદા કાર્યક્રમો પરિસ્થિતિને ધ્યાને રાખી કરતા હોય છે.
તેવી જ રીતે હાલની પરિસ્થિતિને ધ્યાન રાખી આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર મોબાઇલના માધ્યમથી થતા સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓ જાગૃત બને અને ટ્રાફિક અંગે પણ માહિતગાર બને તેવા પ્રયાસોના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર ખાતે ગર્લ્સ હાઇસ્કુલમાં સાયબર અને ટ્રાફિક અંગે માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો હતો, જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ પીડી સોલંકી માર્ગદર્શનથી મહિલા પીએસઆઇ ડી.વી. કાનાણી અને તેમની ટીમ દ્વારા વિશેષ માર્ગદર્શન વાંકાનેર ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યું હતું.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો