ગૌશાળાના લાભાર્થે 9મીએ આયોજિત કાર્યક્રમમાં પધારવા મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ આસ્થાના કેન્દ્ર સમાં સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરને આંગણે ગૌશાળાને લાભાર્થે તા.9ને શનિવારના રોજ દાદાનો મજરો- ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ યોજાવાનો છે.




આ કાર્યક્રમ રાત્રીના 9:30 કલાકે શરૂ થશે. જેમાં ખાખરાળા ગામના નાયક સ્વ. હરિલાલભાઈ કાનજીભાઈ વ્યાસનું સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ સંચાલક વિક્રમભાઈ વ્યાસ તથા સાથી કલાકારો પોતાની કલા રજૂ કરશે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને મહંત રતીલાલજી મહારાજ ગુરૂ રવીપ્રકાશજી મહારાજ, લઘુમહંત જીતેન્દ્રપ્રકાશ ગુરૂ રતીલાલજી મહારાજ જડેશ્વર અને ટ્રસ્ટી મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
