વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા અને પ્રતાપગઢના ભરવાડો વચ્ચે માલ ઢોર ચરાવવા બાબતે સમજાવવા જતા લાકડીઓ વતી બે જણાને ઇજા થઇ હતી અને રાજકોટ વોકાર્ડ હોસ્પીટલમાં સારવાર લેવી પડી છે.
બનાવની વિગત પ્રમાણે પ્રતાપગઢના ધનાભાઈ ખેંગારભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (ઉ.વ.૫૫) વાળાએ ફરિયાદ કરી છે કે તારીખ.૦૩/૦૨/૨૦૨૪ ના બપોરના એમના દીકરા શૈલેશનો એમની ઉપર ફોન આવેલ કે ગામના આહોર તરીકે ઓળખાતા વિસ્તારમાં
આવેલ રહીમભાઈ નુરમામદભાઈની વાડી પાસે જીવણકાકા સાથે કોઈક માલઢોર ચરાવવા બાબતે માથાકુટ કરે છે. ફરિયાદી ધનાભાઈએ વિસ્તારમાં જઈને જોયુ તો પાંચદ્વારકા ગામના વિહાભાઈ સતાભાઈ પાંચીયા, શૈલેશભાઈ હિરાભાઈ પાંચિયા તથા જયેશભાઈ વિહાભાઈ પાંચિયા ફરિયાદીના નાના ભાઈ જીવણભાઈ સાથે ઝપાઝપી કરતા હતા. ફરિયાદી સમજાવવા જતા વિહાભાઈ સતાભાઈ અચાનક ઉશ્કેરાઈ જઈ લાકડી આડી અવળી હવામાં ફેરવવા લાગતા જમણા કાને વાગી ગયેલ અને લોહી નીકળવા લાગેલ.
ફરિયાદીના નાના ભાઈ જીવણને આ ત્રણેય જણા પોતાના આડા અવળા શરીરે લાકડી ધોકાના ઘા મારવા લાગેલ. આજુબાજુમાથી માણસો આવવા લાગતા આ ત્રણેય જણા કહેવા લાગેલ કે આજે તો જવા દઈએ છીએ પણ હવે ભેગા થશો તો જાનથી મારી નાખશું. પ્રતાપગઢના સરપંચ અબુભાઈ વલીભાઈ આવી જતા ૧૦૮ મા ફોન કરી સારવાર માટે સરકારી હોસ્પીટલ વાંકાનેર લઈ ગયેલ.
વધુ સારવાર માટે સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે અને પછી જીવણભાઈને રાજકોટ વોકાર્ડ હોસ્પીટલમા સારવારમા દાખલ કરેલ છે. સમાધાનની વાત ચાલુ હતી, પણ થયેલ નથી. ત્રણેય આરોપી સામે ઈ.પી.કો. કલમ-૩૨૩, ૩૨૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી પોલીસ ખાતાએ તપાસ ચાલુ કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો