કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખનીજ બાબતે દલડીનો ટ્રક ડ્રાઈવર પોલીસ હવાલે

મિલ પ્લોટનો શખ્સ વર્લીફીચરના આકડા લખતા પકડાયો

વાંકાનેર: તાલુકાના દલડી ગામના એક શખ્સ પાસેથી ટ્રક તથા ખનીજ મળી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાના અહેવાલ મળી રહ્યા છે…
મીડિયા અહેવાલો મુજબ મોરબીના મામલતદાર નિખિલ મહેતા તથા સ્ટાફ દ્વારા ટ્રક નંબર જીજે 37 ટી 7736 ડ્રાઇવર પારસ પુંજા ડાંગરના કબજામાંથી ખનીજ અને વાહન મળી 45 લાખનો મુદ્દામાલ તેમજ ટ્રક નંબર જીજે 13 કેએચ 8288 ડ્રાઈવર રાજુભાઈ ભાંભર રહે.દલડીના

કબજામાંથી ટ્રક તથા ખનીજ મળી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દંડ વસૂલવાની કાર્યવાહી માટે તાલુકા પોલીસ હવાલે કરાયા હતા. જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ ટ્રક નંબર જીજે 12 બીટી 9032 ના ચાલક રાણા અરજણભાઈ રબારીને અટકાવીને તેના વાહનમાં ભરેલ ખનીજ બાબતે પૂછતા સામે આવ્યું હતું કે તેની પાસે આધાર પુરાવા ન હોય દંડ વસૂલવા વાહન તાલુકા પોલીસ હવાલે કરાયું હતું…

મિલ પ્લોટનો શખ્સ વર્લીફીચરના આકડા લખતા પકડાયો
વાંકાનેર મીલપ્લોટ શાંતીનગરમાં રહેતા હીંમતભાઈ હીફાભાઈ રાઠોડ (ઉ.વ.30) મિલ પ્લોટ ચોક પાસેથી જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂ૧.૩૩૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!