ફાટક પર બ્રિજ અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની પણ માંગ કરાઈ
વાંકાનેર: તાલુકાના દલડી ગામમાં કોરોના કાળથી દલડી ગામના રેલ્વે સ્ટેશન ખાતે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ અન્ય લાંબા રૂટની ટ્રેનોનો સ્ટોપ બંધ કરેલ હોય જેથી ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ અને મજૂર વેપારી વર્ગના લોકોને દલડી ગ્રામ્ય વિસ્તારના લોકોને આવા જવા માટે ટ્રેનનો સ્ટોપ બંધ થવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે…
તેમજ લાંબા સમયથી ગામમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગ પર ફાટક અડચણરૂપ ના થાય તે માટે બ્રિજ કરી આપવા સહિત વરસાદના પાણીના નિકાલ કરવા માટે રેલવે અધિકારીઓ સમક્ષ દલડી ગામના ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અને રેલવે સલાહકાર સમિતિના સભ્ય તેમજ સામાજિક અગ્રણી મનુભાઈ રાઠોડ એ રાજકોટ ખાતે રેલવે અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી….