કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

માટેલના દલિત પરિવારને માલવણ ચોકડી પાસે અકસ્માત

3 લોકો ઈજાગ્રસ્ત

વાંકાનેર: રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા છે. આઇસરના ચાલકે સાઈડ લાઈટ બતાવ્યા વગર એકાએક વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો.

ટ્રક ચાલકે અચાનક ટર્ન લેતા સર્જાયો અકસ્માત પરિવાર વાંકાનેરના માટેલથી અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. માલવણ ચોકડી પાસે પહોંચતા ધ્રાંગધ્રા તરફથી પુરઝડપે આવતી આઇસરના ચાલકે (ટ્રક ચાલક) અચાનક સુરેન્દ્રનગર તરફ જવાના રસ્તે અચાનક ટર્ન મારતા રિક્ષા સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી.પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દુર્ઘટના મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. ઈજાગ્રસ્ત દલિત પરિવારના હોવાનું જાણવા મળેલ છે. ઇજાગ્રસ્તોનાં નામ જાણવા મળેલ નથી….

Content Copying Forbidden !!

error: Content is protected !!