કુકડા કેન્દ્રના પતરા પર લાઇટનો થાંભલો અને ઝાડ પડયું
વાંકાનેરનાં જેતપરડા ગામે ગઈ કાલે ભારે પવન અને વરસાદના કારણે વાડી વિસ્તારમાં આવેલ કુકડા કેન્દ્રની બાજુમાં રહેલા ઝાડ અને ઇલેક્ટ્રીક થાંભલો કુકડા કેન્દ્ર પડતા કેન્દ્રમાં નુકસાની થઈ છે.
મળેલી માહિતી મુજબ આજે સવારથી ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો ત્યારે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામમાં વાડી વિસ્તારમાં આવેલ
કડીવાર રફીક મીમનજીના કુકડા કેન્દ્ર પર બાજુમાં ઊભેલા ઈલેક્ટ્રીક થાંભલો અને ઝાડ પવનના કારણે કુકડા કેન્દ્ર પર પડયા હતા. જેમના કારણે કુકડા કેન્દ્રના પતરા તૂટી ગયા હતા અને ઝાળીમાં નુકસાન થયુ હતું.