અધિકારીનું ખેડૂતો લક્ષી નહી પરંતુ ફેકટરીઓ તરફી વલણ
વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે જેથી કરીને આ બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ભલગામના ખેડૂતો પાસેથી તેના ખેતરોમાં પ્રદૂષણના લીધે નુકશાન થયેલ છે તેવી રજૂઆત મળી છે. જો કે, સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી કરીને અધિકારીનું ખેડૂતો લક્ષી નહી
પરંતુ ફેકટરીઓ તરફી વલણ હોય તેવું જોવા મળી રહ્યું છે જેથી કરીને હાલમાં પાકોના નમુના લઇને યોગ્ય વૈજ્ઞાનિક પરિક્ષણ સરકારના તંત્ર દ્વારા તાત્કાલિક કરવામાં આવે અને ખરેખર જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી
છે. તેમજ ખેડૂતોને નુકશાન થયેલ હોય તેના માટે યોગ્ય વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી પણ માંગ કરી છે. જો આવું કરવામાં નહી આવે તો બધા જ સ્થાનિક ખેડૂત પરિવારોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે