ખેડૂતોને ત્યાં ગોધરા- દાહોદ કે એમપીના મજૂરો હોય તો..
વાંકાનેર: મોરબી જીલ્લામાં સીરામીક ઉદ્યોગ તેમજ અન્ય મજુરી કામના નાના ઉદ્યોગો વધુ પ્રમાણમાં હોવાના કારણે દેશના અલગ અલગ રાજ્યમાંથી પરપ્રાંતિય માણસો મજુરી અર્થે મોરબી જીલ્લામાં આવતા હોય છે અને ભુતકાળમાં જીલ્લામાં શરીર સબંધી તથા મિલ્કત સંબધી ગુનાઓ બનેલ હોઇ જેમાં મોટા ભાગે પર પ્રાંતિય મજુર તથા તેમના સાગરીતો દ્વારા ગંભીર પ્રકારનો ગુનો કરી પોતાના વતનમાં અથવા જીલ્લાના અન્ય ઉદ્યોગોમાં મજુરી અર્થે જતા રહેતા હોય છે જેના કારણે ગુનાઓ વણશોધાયેલ રહે છે તેમજ મજુરો તેમના વતનમાં ગુનો કરી અત્રે જીલ્લામાં મજુરી કરી આશરો લેતા હોય છે જે બાબતે પોલીસ અધિક્ષકશ્રી મોરબી દ્વારા જીલ્લા મેજી.શ્રીને હકીકત ધ્યાને લાવતા જીલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા સારૂ જીલ્લામાં MORBI ASSURED નામની એપ્લીકેશનમાં પ્રરપ્રાંતિય મજુરોનું રજીસ્ટ્રેશન કરવા સારૂ અધીક જીલ્લા મેજી.શ્રી મોરબીનાઓએ તેઓના જા.નં.જે/એમ.એજી./જા.નામ/વશી-૨૬૦૯ (૧)/૨૦૨૪ તા. ૨૭/૦૯/૨૦૨૪ થી
જાહેરનામુ અમલવારી કરી બહોળી પ્રસિધ્ધી કરેલ હોય અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વીસ્તારમાં સીરામીક ઉદ્યોગ તથા ને.હા. રોડ ઉપર આવેલ હોટલો તથા અન્ય નાના ઉદ્યોગો આવેલ હોઇ અને જેમાં ઘણા પરપ્રાંતિય મજુર કામ કરતા હોય જેનું રજીસ્ટ્રેશન કરવું જરૂરી હોઇ જેથી અધીક જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામાની અમલવારી નહીં કરતા વાંકાનેર બાઉન્ટ્રી તરફ ને.હા. રોડ પર જાલીડા ગામની સીમમાં આવેલ તુલસી રામદેવ હોટલમાં છ પરપ્રાંતીય રાજસ્થાની માણસો હોટલનું કામ કરતા હોય જેઓના આઈ.ડી. પ્રુફ હોટલ માલીકે લીધેલ ન હોય તેમજ પોલીસ સ્ટેશનમાં કે સંબંધીત કચેરીમાં જાણ કરેલ ન હોય અને MORBI ASSURED એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરેલ ન હોય મજકુરે અધીક જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામાનો ભંગ કરી બી.એન.એસ.કલમ ૨૨૩ મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરેલ છે.
ખેડૂતોને ત્યાં ગોધરા- દાહોદ કે એમપીના મજૂરો હોય તો..
વાંકાનેર તાલુકામાં જો ખેડૂતોને ત્યાં ગોધરા- દાહોદ કે એમપીના મજૂરો કામ કરતા હોય તો તેમને વહેલી તકે એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરાવી લે, નહીં તો પોલીસ કાર્યવાહીમાં હેરાન થઇ જશો. જાતે રજીસ્ટ્રેશન કરી ન શકો તો ઓન લાઈન સેવા કેન્દ્રમાં જઈને પણ આ કામ અગત્યનું સમજી કરી લેવું…