પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: મોરબીની એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ઢુવાથી માટેલ તરફ જતા રસ્તે આવેલ એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં છેલ્લા એકાદ મહીનાથી કોઇ એન્ટ્રી કરેલ ન હોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળ્યા મુજબ ઢુવા-માટેલ રસ્તે આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં આવેલ મુસાફરોના આવક જાવકની પથીક (PATHIK) સોફટવેરમાં એન્ટ્રી કરેલ છે કે કેમ ? તે બાબતે તપાસ કરતા રજીસ્ટરમાં તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા.૧૭/૦૧/૨૦૨૪ આજ દીન સુધી કુલ-૩૭ એન્ટ્રી કરેલ, પરંતુ પોતે કોમ્પ્યુટરમાં (૫થીક સોફ્ટવેરમાં) તેની કોઈ એન્ટ્રી નહી કરેલ હોવાનુ જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબીના જાહેરનામા નં.એમએજી/PATHIK /જા.નામુ /૧ ૯૧૧/ ૨૦૨૩ તા.૨૩/૧૧/૨૦૨૩ વાળાનુ પાલન કરેલ નથી. જેથી જાહેરનામામાં જણાવ્યા મુજબ આઇ.પી.સી.કલમ ૧૮૮ મુજબ તથા જી.પી.એકટ કલમ ૧૩૧ મુજબનો ભંગ કરેલ માલુમ પડતા હોટેલના માલિક સુનિલભાઈ ઘુઘાભાઈ વાઢેર જાતે કોળી (ઉ.વ.૧૯) રહે. વિકાસ ગેસ્ટ હાઉસ મુળ રહે. મોટી મોલડી તા.ચોટીલા વાળા સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહીમાં પોલીસ કોન્સ્ટેબલ,એસ.ઓ.જી. મોરબી કમલેશભાઈ કરશનભાઈ ખાંભલીયા, પોલીસ હેડ કોન્સ. મુકેશભાઈ જોગરાજીયા, પો.કોન્સ. માણસુરભાઈ દેવદાનભાઈ ડાંગર તથા સામતભાઈ રાયધનભાઈ જોડાયા હતા…
પોલીસ સ્ટેશનેથી
દારૂ ઝડપાયો:
સરતાનપર રોડ ટીટા ચોકડી પાસે ખરાબામાંથી મૂળ હિરાસર (ચોટીલા)ના રહીશ વિનોદ જોરૂભાઇ સાડમિયા પાસેથી દેશી દારૂ 56 કોથળી મળી આવ્યો
ટ્રાફિક નિયમનો ભંગ:
(2) જૂની દેવરીના સંજય તેજાભાઈ ફાંગલીયા (2) ઘીયાવડના રાયધન હકાભાઈ બાંભવા અને (3) પાજના ધનજી ચોંડાભાઇ ઝાપડા ભરવાડે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે…