પાજ નિશાળમાં પાણી ઘુસ્યું: કાનપર- મહીકા વચ્ચેનો પુલ ધોવાયો
કોઠી, પંચાસીયા અને વાલાસણના સમાચાર
* વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયાના જીતુભા ઝાલા જણાવે છે કે ગામ પાસે આવેલી મહા નદીમાં ભરપૂર પાણી આવતા અને આ વહેણમાં લાઈટના થાભલા ઉભા હોઈ તે નમી જઈને કોઈ દુર્ઘટના બનવાની શક્યતા છે. તંત્રે ધ્યાન આપવાની જરૂર છે…
* વાંકાનેર તાલુકાના પાજ ગામે ઝાંપા પાસે આવેલી નિશાળમાં પાણી ઘુસી જવાથી નિશામાં રહેલા કીમતી સાધનો ખરાબ ન થજે તે માટે ગામના યુવાનો દોડી ગયા હતા, નિશાળમાં રહેલા કીમતી સાધનો સલામત સ્થળે ખસેડ્યા હતા. મળેલી માહિતી મુજબ નિશાની પછવાડે આવેલા મછોરા હોકળામાં વધુ માત્રામાં પાણી આવવાથી ગામના જાપા પાસે થઈને આ પાણી નિશાળમાં ઘૂસી ગયું હતું જેમની ગામના યુવાનોને જાણ થતા તેઓ તાત્કાલિક નિશાળમાં જઈને નિશાળમાં રહેલા કીમતી સાધનો સલામત જગ્યા એ રાખી દીધા હતા…
* કાનપર ગામના સરપંચ જણાવે છે કે કાનપરથી મહીકા જવાના રસ્તા પરનું નાળું મીડિયામાં આપ્યા પછી બનેલું, પણ નાળું નીચું બનાવેલું હોઈ ઉપરથી અત્રે પાણીનું વહેણ બની ગયેલ છે અને ધોવાઈ ગયેલ છે….
* કોઠીનાં અફઝલ બાદી જણાવે છે કે એમના ગામમાં ગઈ રાત્રીના 10 ઇંચ જેટલો વરસાદ પડેલ છે.
* પંચાસીયા ઇરફાન શેરસીયા જણાવે છે કે તેના ગામની પાસેની મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. પાણીનું વહેણ કાંઠે ઉભેલ લાઈટના થાભલા સુધી પહોંચવાની શક્યતા છે…
* વાલાસણનાં રેનીસ કડીવારે મીતાણા ડેમ છલકાયા ફોટા મોકલેલ છે…