વાંકાનેરના દર્શનકુમાર મેર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સમગ્ર ગુજરાતમાં શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં દર્શનકુમાર રાજેશકુમાર મેરે યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ રોશન કરેલ છે. ત્યારે દર્શનકુમાર મેરને ઠેર ઠેર અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેઓ વાંકાનેર તાલુકા પંચાયત સદસ્યા જીજ્ઞાસાબેન મેરના પુત્ર છે.