પ્લાસ્ટીકના બુંગીયા સહિત રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર: મોરબી તાલુકા પોલીસની ટીમને ગઇકાલે બાતમી મળી હતી કે, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની એસન્ટ કાર નીકળનાર છે, જેમાં દેશી દારૂનો જથ્થો ભરેલ છે.
મળતી માહિતી અનુસાર, જે હકીકતના આધારે મોરબી તાલુકા પોલીસે બંધુનગર પાસે ઓકટ્રી હોટલ સામે મેઇન રોડ પર વોચ ગોઠવ રાખી બાતમી વાળી કાર સ્થળ પરથી નીકળતા તેને રોકી કારની તપાસ કરતા કારમાંથી ૨૦ કેફી પ્રવાહી પ્લાસ્ટીકના બાચકા; કે જેમાં એક બાચકામાં ૦૫ લીટરની ક્ષમતાવાળી મોટા પ્લાસ્ટીકના બુંગીયામાં રહેલ રૂ.૧૦,૦૦૦/- નો પ૦૦ લિટર કેફી પીણું પ્રવાહી ઝડપાયું હતું.
જે મુદ્દામાલ સાથે પોલીસે જયરાજભાઇ વલકુભાઇ ગોવાળીયા (રહે. કુંઢડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) નામના શખ્સની અટકાયત કરી હતી. જયારે અને કાર સહીત કુલ રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હાટુ કે, આ મુદ્દામાલ વનરાજભાઇ ગૌડા (રહે. ડાકવડલા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર) દ્વારા જયશ્રીબેન ભુપતભાઇ પાટડીયા (રહે. માટેલ (વીરપર) તા.વાંકાનેર જી.મોરબી)ને દેવા જવા જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માટેલ રોડ પરથી ઝડપાયા
બીજા કિસ્સામાં વાંકાનેરમાં ઢુવા-માટેલ રોડ માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાછળ ખરાબામાં રૂપિયા ૨૮૦૦ની કિમતના ૧૪૦ લિટર દેશી દારૂ સાથે આરોપી તોફીક ઉર્ફે તોફલો આદમભાઇ લધાણી મળી આવ્યો હતો.જેથી વાંકાનેર તાલુકા પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિ. કલમ ૬૫(ઇ) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.