વાંકાનેર: આવતી કાલે (આગામી તારીખ 10 મી ફેબ્રુઆરીના રોજ) વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલ દારૂલ ઉલૂમ હક્કનિયા એહલે સુન્નતમાં દસ્તારબંધીનો શાનદાર જલસો રાખવામાં આવેલ છે. જેમાં આ સંસ્થાના માર્ગદર્શક ડૉ. ગુલામમોઇનુદિન સાહેબ અને લુણીશરીફથી શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી સાહેબ પધારી ચૂક્યા છે અને સય્યદ અનીસુલ હકક કાદરી ચિશ્તી કમાલી મુબારકપુરથી પધારી રહયા છે.


દારૂલ ઉલુમ હકાનીયામાં આગામી 10મી ફેબ્રુઆરીના રોજ દસ્તાબંધીના આ જલસામાં 17 વિદ્યાર્થીઓને સનદ આપવામાં આવશે જેમાં 10 ને હાફિઝ (કુરાન કંઠસ્થ કરનાર)ની અને 7 ને આલીમની સનદ (ડિગ્રી) આપવામાં આવશે.

આ કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીના રોજ રાત્રે ઈશાની નમાજ બાદ શરૂ થશે. દારૂલ ઉલૂમ હક્કનિયા એહલે સુન્નત-ખીજડિયાની વ્યવસ્થાપક કમિટી દ્વારા આ કાર્યક્રમમાં પધારવાનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
