વાંકાનેર: તાલુકાના ખીજડીયા ખાતે જો દસ્તારબંદીનો શાનદાર કાર્યક્રમ આગામી તા. ૧૦ શનીવારે ઇશાની નમાઝ બાદ યોજાનાર છે.




આ દસ્તારબંદીનો જલ્સામાં પીરે તરીકત ડો. સૈયદ ગુલામ મોઇનુદીન કાદરી ચિશ્તીનું સ્થાન રહેશે. ખતીબે ખુસુસી, શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી (લુણી શરીફ) ઉપરાંત સૈયદ અનીસુલ હકક કાદરી ચિશ્તી કમાલી, સૈયદ શોએલ અહમદ કાદરી ચિશ્તી, મુફતી અશરફ રઝા, મોહમ્મદ વાજીદ અલીયાર અલ્વી, હાજી મોહમ્મદ રૈહાન રઝા ઉપરાંત બેફેઝે રૃહાની સૈયદ અબ્દુલ હકક કાદરી ચિશ્તી (રદીયલ્લાહુ અન્હો) તથા સૈયદ મહબૂક અહમદ કાદરી ચિશ્તી (રદીયલ્લાહુ અન્હો) ના યોજાનારા આ જલ્સામાં અનેક આલીમે દીન હાજરી આપશે. યુ-ટયુબ પર ગુલશને ચિશ્તમાં લાઇવ પ્રસારણ પણ કરાશે, તેમ દારુલ ઉલૂમ હકકાનીયા-એહલે સુન્નત – ખીજડીયા ટ્રસ્ટ બોર્ડની એક જાહેર યાદીમાં જણાવાયું છે.
હાલ પીરે તરીકત સૈયદ ગુલામ મોઇનુદીન કાદરી ચિશ્તી પોતાના મુરીદોને દારુલ ઉલૂમ ખીજડીયા ખાતે મુલાકાત આપી રહ્યા છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
