ટંકારા જતા ભુવાને વિદાય અને પટેલનું સ્વાગત
વાંકાનેર: પીજીવિસિએલ રૂરલ -1 માં ડેપ્યુંટી એન્જિનિયર ભુવાની ટંકારા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે તેમની જગ્યાએ એચ.એચ.પટેલને મૂકવામાં આવ્યા છે. ગઈ કાલે એચ એચ પટેલે ચાર્જ સંભાળી લીધો છે…
વાંકાનેર પીજીવિસિએલ રૂરલ -1 માં વધુ સમય સુધી ફરજ બજાવી ચૂકેલા ડેપ્યુટી એન્જિનિયર એચ.એચ.પટેલની દોઢ વર્ષ પહેલાં અન્ય જગ્યાએ બદલી કરવામાં આવતા વાંકાનેર રૂરલ -1 માં ભુવા દ્વારા કમાન સાંભળવામાં આવી હતી, જે વિસ્તાર નવો અને ખુબજ મોટો હોવાથી ડેપ્યુટી એન્જિનિયર ભુવા માટે ખુબજ કપરી પરિસ્થિતિ હતી છતાં પણ પોતાની સુજબુજ અને આવડતથી દોઢ વર્ષના સમય ગાળા દરમિયાન કામગીરી કરવામાં આવી હતી…
દોઢ વર્ષ બાદ જ્યારે ફરીથી એચ.ચેચ. પટેલ આજે વાંકાનેર પીજીવિસિલ રૂરલ -1 માં ચાર્જ સંભાળેલ છે. પટેલસાહેબ અગાઉ પણ આ ઓફિસમાં કામગીરી કરી હતી…