સરપંચશ્રીની પી.જી.વી.સી.એલ. ખાતા પાસે સફળ રજુઆત
વાંકાનેર: તાલુકાના મહીકા ગામની સીમમાં ગઈ કાલે અને અગાઉ પણ દીપડાએ દેખા દીધી હતી, આથી રાત્રીના વાડીઓમાં પાણી વાળતા ખેડૂતોમાં દહેશત ઉભી થઇ હતી. આ બાબતે સરપંચશ્રીએ સંબંધિત ખાતા સમક્ષ રજુઆત કરી હતી.
યાદી મુજબ મહીકા ગામની સીમમાં આવતા ખેતીવાડી ફિડરોમાં રાત્રે દિપડાના ત્રાસ સંદર્ભમાં એકજીકયુટીવ ઇજનેરશ્રી, પી.જી.વી.સી.એલ. વાંકાનેરને લેખિત રજુઆત કરેલ કે ખેતાવાડીમાં રાત્રે ખેડુતો પોતાની વાડીએ પાકમાં પિયત કરવા જવાનું જોખમ ઉભુ થયેલુ છે, તેથી જયા સુધી દિપડાઓનો આતંક પૂરો ન થાય ત્યા સુધી રાત્રીના બદલે દિવસનો એ.જી. પુરવઠો ખેતીવાડીમાં આપવામાં આવે, આ માંગ સાથે અધિકારી સંમત થયા છે, જેથી રાત્રીના બદલે દિવસના ખેતીવાડી વિજપુરવઠો પુરો પાડવામાં આવનાર છે, જેની ખેડુતોએ ખાસ નોંધ લેવી.