કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રૂ. 53 લાખનું કૌભાંડ થયાનું સ્વિકારતા ડીડીઓ

ભ્રષ્ટાચારનું ઘર એટલે વાંકાનેર? અત્યાર સુધી કેમ ખબર ન પડી ?

અંદાજે 25થી 30 લાખની રિકવરી : અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાના કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારીએ રૂપિયા 53 લાખનું કૌભાંડ થયાનું કબૂલ કરી અંદાજે 25થી 30 લાખની રિકવરી કરવામાં આવી હોવાનું જણાવી અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ ચાલુ હોવાનું ડીડીઓ જાડેજાએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લામાં ચકચારી બનેલ શિક્ષણ વિભાગના શિષ્યવૃતિ કૌભાંડમાં અંતે આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષો જુના કૌભાંડમાં તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવતા કુલ 53 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા અંદાજે 25થી 30 લાખની રિકવરી કરવામાં આવી હોવાનું જણાવી અન્ય વિભાગોમાં પણ કૌભાંડિયા તત્વોએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા લગત વિભાગો દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!