રોગચાળાની દહેશત
વાંકાનેર: નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને પીવા માટેનું પાણી ગંદુ અને દુર્ગંધ સભરનું હોવાની ફરિયાદો ઉઠી હતી…
અકિલામાં મહમદ રાઠોડ દ્વારા અપાયેલ સમાચાર મુજબ આ બાબતે તપાસ કરતા શહેરને પાણી પુરૂં પાડતા વોટર વર્કસના પાણીના ટાંકામાં જીવાંત, મરેલ અને જીવતી માછલીઓ તથા મરેલ અને જીવતા કબૂતરો નીકળી પડતા હોબાળો મચી ગયો છે. જેની જાત તપાસ કરતા પાણીના ટાંકામાંથી જીવિત અને મૃત્યુ પામેલ જીવોને લોકો દ્વારા પાણીના ટાંકાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જ્યારે રોગચાળા અને પાણીજન્ય બિમારીનું પ્રમાણ વધુ છે ત્યારે આવા ગંદા- બિનઆરોગ્યપ્રદ પીવાના પાણીનો મુદ્દો ચર્ચામય બન્યો છે…