ટ્રકનો જોટો ફરી વળ્યો
વાંકાનેર બાઉન્ટ્રી પાસે બનેલ બનાવ
રીક્ષા ડ્રાઇવર તથા તેના મિત્રોને નાની મોટી ઈજાઓ
કેફી પ્રવાહી પીધેલ હાલતમાં બાઈક ચલાવતા
વાંકાનેર: સી.એન.જી રીક્ષામાં ચોટીલા ખાતે દર્શન કરી રાજકોટ પરત આવતા વાંકાનેર બાઉન્ટ્રી પહેલા દેવાબાપાની જગ્યા પાસે પેટ્રોલ પંપ સામે હાઇવે રોડ પર પહોંચતા એક ટ્રક ટ્રેઇલરના ચાલકે બેફીકરાઈથી ચલાવી રીક્ષાની બાજુમાંથી સાઇડ કાપીને નીકળી કાવુ મારતા ટ્રક ટ્રેઇલર રીક્ષા સાથે અથડાવતા રીક્ષા પલ્ટી મારી જતા ફરીયાદીનો ભાઇ ગોવિંદ ટ્રક ટ્રેઇલર સાઇડ પડતા તેના ઉપરથી ટ્રક ટ્રેઇલરનો જોટો ફરી વળતા મરણ ગયેલ છે, તેમજ રીક્ષા ડ્રાઇવર તથા સાથેના તેના મિત્રોને નાની મોટી ઈજાઓ પહોંચાડી છે…
જાણવા મળ્યા મુજબ મોહનભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.૨૯) રહે. હાલ સાપર પુલથી આગળ પરફેકટ હોટલ પાછળ રાજકોટ મુળ રહે., ચીખલી ગામ તા.ઉના જી,ગીર સોમનાથ વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે એમના મરણ જનાર ભાઈ ગોવિંદ તથા તેના મિત્રો સાહેદ- કૌશીકભાઈ, મયુરભાઈ, વિવેકભાઈ, કેતનભાઈ ધારેચા તથા ઉતમભાઇ રહે.બધા દામલી તા. કોડીનાર જી.ગીર સમોનાથ તથા વિનયભાઈ, સાગરભાઈ તથા જીતુભાઇ રહે, માલશ્રમ તા. કોડીનાર જી.ગીર સોમનાથ તથા જયેશભાઇ રહે.છારા તા. કોડીનાર જી.ગીર સોમનાથ વાળા
એમ બધા મિત્રો સાહેદ – અશ્વિનભાઈ સોલંકી રહે. સાપર વાળાની સી.એન.જી રીક્ષા ૨જી નંબર: GJ-11-UU-3665 વાળીમાં ચોટીલા ખાતે દર્શન કરવા ગયેલ હોય તેમજ સાહેદ-કેતનભાઈ સોલંકી તથા રીતેષભાઈ બીજા વાહનમાં દર્શન કરવા આવેલ હોય અને દર્શન કરી બધા મિત્રો રીક્ષામા બેસી ચોટીલાથી રાજકોટ પરત આવતા હોય ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી પહેલા દેવાબાપાની જગ્યા પાસે પેટ્રોલ પંપ સામે હાઇવે રોડ પર પહોંચતા ટ્રક ટ્રેઇલર રજી નંબર. GJ-39-TA-5147 વાળાના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવી
રીક્ષાની બાજુમાંથી સાઇડ કાપીને નીકળી કાવુ મારી પોતાના હવાલા વાળુ ટ્રક ટ્રેઇલર રીક્ષા સાથે અથડાવતા રીક્ષા પલ્ટી મારી જતા ફરીયાદીનો ભાઇ ગોવિંદ ટ્રક ટ્રેઇલર સાઇડ પડતા તેના ઉપરથી ટ્રક ટ્રેઇલરનો જોટો ફરી વળતા તેને શરીરે ગંભીર ઇજાઓ થતા મરણ ગયેલ હોય તેમજ રીક્ષા ડ્રાઇવર તથા સાથેના તેના મિત્રોને નાની મોટી ઈજાઓ પહોંચાડતા ગુન્હો- ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, મુજબ પોલીસ ખાતે નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે મરણ જનાર ત્રણ ભાઇઓ પૈકી વચેટ હતા, સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતા…
કેફી પ્રવાહી પીધેલ હાલતમાં બાઈક ચલાવતા
વાંકાનેર નવાપરા પંસાસર રોડ મીટીકુલની બાજુમાં રહેતા સુરેશભાઈ ભરતભાઇ ગોરીયા (ઉ.27) પોતાના હવાલા વાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. રજી નંબર – GJ-36-AQ-1480 વાળુ જેની કી.રૂ.૩૦,૦૦૦/-વાળી નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં સર્પાકાર રીતે ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…

