વાંકાનેર: મેસરિયાથી ભલગામ બાજુ જવાના રસ્તે આવેલ કટ પાસેથી રોડ ક્રોસ કરતા એક આદિવાસીને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા મરણ નીપજેલ છે, કરુણતા એ છે કે સાથે રહેલ મહિલા માટે વિસ્તાર અજાણ્યો હોઈ રાતભર લાશ પાસે બેસી રહેવું પડ્યું હતું.
જાણવા મળ્યા મુજબ પતિ ટી.બી ની બિમારીથી મરણ જતા કચરો વીણી જીવન ગુજારતા અને મૂળ ગોધરાના વતની આદિવાસી ધનુબેન ભીખાભાઈ બારૈયા (ઉ.વ.૫૦) હાલ રહેવાસી રંગપર ગામની સીમમા સોમનાથ હોટલની સામે ખરાબામા તા: વાંકાનેર વાળાએ ફરીયાદ કરી છે કે ફરિયાદી છ-એક માસથી વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા આવેલ સોમનાથ હોટલની સામે આવેલ ખરાબામાં ઝુપડુ
બાંધીને રહે છે, અને દિનેશભાઈ નામના વ્યકિતના સંપર્કમા આવેલ, જેઓ પણ કચરો વીણવાનુ કામ કરતા હોય અમે બંન્ને મનમેળથી સાથે રહેવા લાગેલ હતા. ગઈ તા.૨૩/૦૬/૨૦૨૪ ના કચરો વીણવા માટે જતા હતા અને મેસરીયા ગામના પાટીયાથી આગળ ભલગામ બાજુ જવાના રસ્તે આવેલ કટ પાસેથી રોડ ક્રોસ કરતા હતા, ત્યારે વાંકાને૨ બાજુથી આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે દિનેશને હડફેટે લેતા તે
નીચે પડી ગયેલ અને આ અજાણ્યો ટ્રક ચાલક વાહન અકસ્માત કરીને ત્યાથી ભાગી ગયેલ. દિનેશ મરણ ગયેલ હોય જેથી તેને ઉપાડીને રોડની સાઈડમાં રાખી દીધેલ હતા. મોડી રાત્રી થઈ ગયેલ હોય અને કોઈ વાહન નીકળતુ ન હોય અને આજુબાજુમા હોસ્પીટલ કે પોલીસ સ્ટેશન ક્યાં આવેલ છે તેની મને ખબર ન હોય અને
સવાર સુધી ત્યાં જ લાશ પાસે ફરિયાદી બેસી રહેલ. બીજા દિવસે વાહનોની તથા માણસોની અવર જવર થવા લાગતા ત્યાથી નીકળતા વાહનો તથા માણસોને પુછતા તેમણે મને હોસ્પીટલે લઈ જવાની જાણ કરતા દર્દીને કોઈ અજાણ્યા વાહનમા લઈને સરકારી હોસ્પીટલ વાંકાનેર પોહચેલ. જ્યા ડોક્ટર સાહેબે જોઈ તપાસી દિનેશ મરણ ગયેલ હોવાનું જણાવેલ…