ગઈ રાત્રિનો બનાવ: મહિલા અજાણી વાહન પણ અજાણ્યું
વાંકાનેર: ગત રાત્રે વાંકાનેર રોડ પર કણકોટ અને ખેરવા ની વચ્ચે અજાણી મહિલાને કોઈ વાહને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું હતું.
મળેલી માહિતી મુજબ રાત્રે ખેરવા કણકોટ વચ્ચે ઉવાડવા રોડ પર અજાણી મહિલાને કોઈ અજાણ્યા વાહને હડફેટે લીઘી હતી, જેથી તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે.
આજે સવારે આજુબાજુના ગામના લોકો વાડીએ કામ કરવા માટે જતા હતા, ત્યારે રોડની સાઈડમાં એક મહિલા પડી હોય તેમની આજુબાજુમાં લોહી પણ જોવા મળ્યું હતું;
જેથી આ લોકોએ પોલીસ સ્ટેશન ચોકીમાં જાણ કરી હતી અને આ ચોકીનો પોલીસ સ્ટાફ આવીને મહિલાની ડેડબોડી હોસ્પિટલ મોકલી હતી. મહિલાને આજુબાજુમાંથી કોથળામાં કચરો હતો, તેથી કોઈ કચરો વીણવાવાળી મહિલા હોય તેવું લોકોનું અનુમાન છે.
આ મહિલા વિશે આથી વિશેષ કોઈ માહિતી મળી નથી. પોલીસે મહિલાની ડેડબોડી પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.