ટંકારા : ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદીમાં ડૂબી જતાં ટંકારાના ગોકુળનગર, ભરવાડવાસમાં રહેતા કેવલ દિનેશભાઇ ઝાપડા ઉ.18 નામના યુવાનનું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
દારૂ, પીધેલ અને ટ્રાફિકના નિયમના ભંગના ગુન્હા
દારૂ સાથે:
છત્તર ગામના રવિ નટુભાઈ જખાણીયા પાસેથી પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલાને દેશી દારૂની 30 કોથળી મળી આવી
પીધેલ:
ટંકારા દેવીપૂજક વાસમાં રહેતા શૈલેષ મેસનભાઈ કુંઢીયાને પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ફતેસિંહ ઝાલાએ અને
ટંકારા તિલકનગરમાં રહેતા અલ્તાફ હુસેનભાઇ ભટ્ટીને એ.એસ.આઈ. ચેતન સુરેશભાઈ કડવાતર સાહેબ દ્વારા ખીજડીયા ચોકડી નજીક શોલે નોનવેજ હોટલ પાસેથી પીધેલ મળી આવતા પોલીસ કાર્યવાહી
ટ્રાફિકના નિયમના ભંગ:
ખીજડીયા ચોકડી નજીકથી વાંકાનેર તાલુકાના નાગલપર ગામના કરમણ વાલજીભાઇ ગુંદારિયા બોલેરો પીકઅપ નં GJ-36-V-2807 ને રોડ પર
પાર્ક કરતા પોલીસ કોન્સ્ટેબલ સોયબએહમદ ગુલામહુસેન અજમાત્રાએ કાયદેસરની કાર્યવાહી કરી