લાકડધાર તરફથી ઢુવા બાજુ આવતો હતો
મૃતકે પ્રેમ લગ્ન કરેલ હતા, તેને ત્રણ માસનો એક દિકરો છે
વાંકાનેર: લાકડધાર ગામ પાસે એક મોટર સાયકલ ડમ્પરના પાછળ ઠાઠાના ભાગે ભટકાઇ જતા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજેલ છે…
જાણવા મળ્યા મુજબ મદનભાઇ ચુન્નુભાઈ તીવારી (ઉ.વ.૩૮) રહે. હાલ કીયાન સીરામીક લાકડધાર ગામની સીમ તા,વાંકાનેર મુળ રહે. ઉત્તરપ્રદેશવાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મારાથી નાનો ભાઈ ધીરેન્દ્રભાઈ હતો, જે સીરામીકના અલગ અલગ કારખાનામાં મજુરી કામ કરતો હતો જેને અમારા ગામની સોનીબેન સાથે પ્રેમ લગ્ન કરેલ હતા, જેનાથી તેને એક દિકરો નામે શિવ ઉ.વ. ત્રણ માસનો છે
ગઇ તા, ૧૬/૧૨/૨૦૨૫ ના સાંજના હું કીયાન સીરામિકમાં હતો, ત્યારે ફોન આવેલ કે, ધીરેન્દ્ર મોટર સાયકલ લઇને લાકડધાર તરફથી ઢુવા બાજુ આવતો હતો ત્યારે લાકડધાર ગામ પાસે કોઇ ડમ્પર પાછળ ભટકાઇ જતા ધિરેન્દ્રને માથાના ભાગે ઇજા થયેલ છે અને તેને રાજકોટ સરકારી હોસ્પીટમા દાખલ કરેલ છે. બીજા દિવસે હું લાકડધાર ગામે શીવ મંદિર સામે જય માંડવરાય દુકાને ગયેલ, 
દુકાને રહેલા સંજયભાઇ દેવાભાઇ અણીયારીયાએ જણાવ્યું કે અહીં રોડ ઉપર ડાબી સાઇડે એક ટાટા કંપનીનું ડમ્પર નંબર GJ.36.X.4949 વાળુ પડેલ હતુ ત્યારે વીઠલપર ગામ તરફથી એક મોટર સાયકલ ચાલક ચલાવી આવતો હતો, જે ડમ્પરની પાછળ ભટકાડી દેતા મોટર સાયકલ ચાલકને માથામા ઇજા થયેલ હતી અને ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પીટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને લઇ ગયેલનું મને જાણવા મળેલ છે ત્યાં 
મારા ભાઈનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં, GJ-36-K-3065 વાળુ પડેલ હતુ અને પછી હું રાજકોટ સરકારી દવાખાને ગયેલ હતો, ધિરન્દ્ર પોતાનું મોટર સાયકલ લઈને વાળ કપાવવાનુ કહીને ઘરેથી નિકળેલા હતો તા. ૧૯/૧૨/૨૦૨૫ ના વહેલી સવારના સારવાર દરમ્યાન ધિરન્દ્રનું મોત નીપજેલ છે, પોલીસ ખાતાએ મૃતક સામે ગુન્હો ભારતિય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

