રકતદાન કેમ્પ, બટુકભોજન, હનુમાન ચાલીસા સમૂહપાઠ સહિતના કાર્યક્રમોનું શનિવારના આયોજન
વાંકાનેર -રાજકોટ રોડ પર આવેલ સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે આગામી તા.18ને શનિવારના રોજ બ્રહ્મલક્ષ્મી સદ્દગુરૂદેવ સ્વામી હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ અનેકવિધ કાર્યો થકી આખો દિવસ ઉજવાશે, તેમાં વાંકાનેર ગાયત્રી શકિત પીઠ ખાતે બપોરે બટુકભોજન તથા ગાયત્રી પરિવાર સંચાલીત ટીફીન સેવામાં ટીફીનમાં મીઠાઈ (પ્રસાદ) વિતરણ તથા અંધ-અપંગ ગૌશાળાની અંધ-અપંગ ગૌમાતાને લાડુ (પ્રસાદ) અપાશે.


ત્યારબાદ સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે સાંજે 5.30 થી 8.30 મહારકતદાન કેમ્પ તથા 5.30 થી 7.30 સમુહ હનુમાન ચાલીસાના સંગીતમય પાઠ યોજાશે. પાઠ પૂર્ણ થયે સાંજે 7.30 કલાકે આશ્રમ ખાતે જ મહાઆરતી યોજાશે, ત્યારબાદ ગુરૂભકતો માટે મહા પ્રસાદ (ભંડારો) સાંજે 7.30 થી 6 કલાકે સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે જ યોજાશે.

મહા પ્રસાદ (ભંડારા)ના મુખ્ય યજમાન પદે નાથ એજન્સીવાળા ધર્મેશભાઈ ભીંડોરા તથા જતીનભાઈ ભીંડોરા પરિવાર રહેશે.તો દરેક ગુરૂ ભકતો તથા આમંત્રીત મહેમાનો, સંતો-મહંતો વિગેરે બહોળી સંખ્યામાં ગુરૂ શિષ્ય પરિવાર સાથે લાભ લેવા સદ્દગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા જણાવાયું છે.