નર્સરી ચોકડી નજીક બાઈક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા આઇસર ટ્રકે બાઈક સવાર બે યુવાનને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વીગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નર્સરી ચોકડી પાસે ગત તા.6 ઓગસ્ટના રોજ રોંગ સાઈડમાં ધસી આવેલા આઇસર ટ્રક નંબર GJ-03-BY-1743 ના ચાલકે GJ-03-EN-2934 નંબરનું બાઈક લઈને જઈ રહેલા
દીપકભાઈ રાજેશભાઇ પઢારીયા ઉ.24 તથા દશરથભાઈ ઉ.22 નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા દીપકભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જયારે દસરથભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતકના પિતા રાજેશભાઇ પ્રભુભાઇ પઢારીયાએ આરોપી આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ