વાંકાનેર :તાલુકાના લાકડધાર નજીક આવેલ બ્રોવેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા એક યુવાનનું મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે.
જાણવા મળ્યા મુજબ ધર્મેશભાઈ દિનેશભાઇ ભટિયા ઉ.20 નામના યુવાન ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે ફોર વ્હીલ નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે..