વાંકાનેર : તાલુકાના ઢુવા ખાતે આવેલ એક સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા મૃત્યુ થયાનો બનાવ બન્યો છે…
જાણવા મળ્યા મુજબ ઢુવા ખાતે આવેલ આઈકા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા દિલજલે સામલિયા નામનો શ્રમિક કારખાનાની છત ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓ સાથે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.