કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગરમ પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ

બીજા બનાવમાં ઢુવા વિસ્તારમાં રહેતા શખ્સનું બાઇક સ્લીપ

ત્રણ મહિના પૂર્વે ઓઇલમીલમાં બનેલી ઘટનામાં લાંબી સારવાર બાદ યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલી ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનો પગ લપસી જતા ગરમ પાણીના ટાંકામાં પડી ગયા બાદ ત્રણેક મહિનાની સારવાર બાદ તબિયત સારી થયા બાદ ફરી અચાનક તબિયત લથડતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ગામે સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની દીલીપભાઇ મુનાભાઇ રાઠોડ ઉ.24 નામના યુવાન ઓઇલમીલમાં કામ કરતા હતા ત્યારે ગત તા.10 જૂનના રોજ યુવાનનો પગ લપસી જતા અકસ્માતે ગરમ પાણીના ટાંકામાં પડી જતા કેડથી નીચેના ભાગે દાઝી ગયેલ હતો.

આ બનાવમાં યુવાનને પ્રથમ વાંકાનેર બાદ મોરબી, રાજકોટ અને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવતા તબિયત સારી થઇ ગઈ હતી. જો કે, બાદમાં 18 ઓગસ્ટના રોજ ફરી તબિયત બગડતા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા 21 ઓગસ્ટના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બાઇક સ્લીપ
મોરબી તાલુકાના ખાનપર ગામ પાસેથી હાલ વાંકાનેરના ઢુવા વિસ્તારમાં રહેતા કરણ શેરસિંગ (૧૬) નામનો તરુણ પસાર થયો હતો ત્યારે બાઇક આડે કુતરુ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક સ્લીપ થઈ ગયુ હતુજેથી કરીને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!