કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઝેરી દવાથી મૃત્યુ: જુગારની જુદીજુદી બે રેડ

અગાભી પીપળીયા ગામે ઝેરી દવા પી જતા ખેતશ્રમિકનું મૃત્યુ

કોઠારીયા ગામની સીમમાંથી અને ધિયાવડમાં ૮ જુગારી પકડાયા, એક નાશી ગયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અનિલભાઈ પરમારની વાડીએ અજયભાઇ મહેશભાઇ નાઇ કોઇપણ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાંથી અને ધિયાવડ ગામે જુગારની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ૮ જુગારી પકડાયા હતા અને એક જુગારી ભાગી ગયો હતો જેથી કરીને પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાંથી જડેશ્વરથી ટોળ તરફ જવાના કાચા રસ્તા ઉપર કેનાલથી આગળના ભાગમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રાઘવજીભાઈ ઉર્ફે રઘુભાઈ અજાભાઈ દેસાઈ (૬૨) રહે સજનપર, કાંતિલાલ બેચરભાઈ ભૂત (૫૧) રહે સજનપર, શાંતિલાલ દેવશીભાઈ ફેફર (૬૨) રહે. રવાપર ગામ નીતિન પાર્ક મોરબી, દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા કનકસિંહ જાડેજા (૪૦) રહે. સજનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા.

જોકે, પોલીસને જોઈને કમલેશભાઈ રણછોડભાઈ કોબીયા રહે. કોઠારીયા વાળો નાસી ગયો હતો જેથી તેની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે ૭૫,૨૦૦ ની રોકડ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ધિયાવળ ગામના ઝાપા પાસે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા બળદેવસિંહ ઉર્ફે મુન્નાભાઈ વિક્રમસિંહ ઝાલા (૪૭), નરપતસિંહ લાલુભા ઝાલા (૬૦), મોયુદ્દીનભાઈ જીવાભાઇ કડીવાર (૪૪) અને ગગજીભાઈ હરખજીભાઈ મકવાણા (૨૩) રહે. બધા ધિયાવળ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૬૭૦૦ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!