કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા ગામે માટીના ઢગ નીચે દબાઈ જતા મોત

કારખાનામાં અકસ્માતનો બનાવ બનતા સાત વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત
વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામ પાસેના સિરામીકના કારખાનામાં માટી ખાતામાં રમી રહેલ બાળક ઉપર ટ્રકમાંથી માટી ખાલી કરતા સમયે ધૂળ પડતાં ધૂળના ઢગલામાં દટાઈ જવાથી સાત વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો અને ગુનો નોંધવા બાબતે પરિવાર દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા નજીકના સિગ્નેચર સીરામીક નામના કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. 
 
જેમા માટી ખાતામાં રમી રહેલ કિશન સુનિલભાઇ ગોહિલ નામના સાત વર્ષના બાળક ઉપર માટી ખાતામાં ટ્રક ખાલી કરતા સમયે ધૂળનો ઢગલો પડ્યો હતો જેથી કરીને માટીમાં દબાઈને ગુંગળાઈ જવાથી કિશન સુનિલભાઈ ગોહિલ નામના સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને અત્રેની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એમ.એમ.રોજાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી બનાવને પગલે મૃતકના પરિવાર દ્વારા ફરિયાદ નોંધવા માટે પોલીસને રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!