અકસ્માત કરી ટ્રક ચાલક નાસી ગયો
ચા પી પરત ફરતા દાદા અને પૌત્રને હડફેટે લીધેલ
વાંકાનેર: તાલુકાના પંચાસર ગામ પાસે આવેલ ચોકડી ખાતે ચા પાણી પી સાયકલ પર પરત ફરતા દાદા અને પૌત્રને એક ટ્રકે હડફેટે લેતા મોટી ઉંમરના આધેડનું મોત થયું છે અને બે વર્ષના બાબાને સામાન્ય ઇજા થઇ હતી, અકસ્માત કરી ટ્રક ચાલક નાસી ગયેલ હતો…

જાણવા મળ્યા મુજબ હાલ પંચાસર ગામ અનીશભાઈ અલીભાઈ ભોરણીયાની વાડીએ રહેતા મૂળ મધ્ય પ્રદેશના જગદીશભાઈ અમ્બારામભાઈ ભાંબર (ઉવ ૨૧) વાળાએ ફરિયાદ કરી છે કે એમના પિતા અમ્બારામભાઈ સોમલાભાઇ તથા એમનો બે વર્ષનો દીકરો લક્કી 

સાયકલ લઈ પંચાસર ચોકડી ખાતે ચા પાણી પી પરત ફરતા ત્યારે પંચાસર ચોકડી પર એક રજી નંબર GJ-12-BZ-9723 વાળો ટ્રક અકસ્માત કરી નાસી ગયેલ, ઈજાગ્રસ્ત બંનેને વાંકાનેર સરકારી દવાખાને અને પછી રાજકોટ રીફર કરી દીધેલ હતા ત્યાં એમના પિતાનું મરણ થયેલ છે, બે વર્ષના બાબાને સામાન્ય ઇજા થઇ હતી….
