કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હાઈવે પર બાઇકનો અકસ્માત થતા મરણ

ભાયાતી જાંબુડીયા બોર્ડ પાસેથી મજૂરી કરી ઘરે આવતા અકસ્માત થયો

વાંકાનેર ને. હાઈવે રોડ પર નવાપરા સામે પેટ્રોલપંપ સામે એક મોટરસાયકલનો અકસ્માત થતા ચાલકનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે.

જાણવા મળ્યા મુજબ સીટી સ્ટેશન રોડ પાસે રહેતા મેરૂભાઈ મુકેશભાઈ બાંભણીયા (ઉ.વ.૩૧) પોતાનુ મો.સા.નંબર GJ-38-AJ-3979 નંબરનુ ચલાવી વાંકાનેર તરફ જતા હતા ત્યારે ને. હાઈવે રોડ પર નવાપરા સામે પેટ્રોલપંપ સામે પહોંચેલ ત્યારે તે પોતે મો.સા. પરથી કાબુ ગુમાવી દેતા ડીવાઈડર સાથે ભટકાતા નીચે પડી જતા ડીવાઈડર તથા થાંભલા સાથે ભટકાતા માથાના ભાગે જમણી બાજુ, કપાળના અને ડાબા પગે સાથળના ભાગે ગંભીર ઇજા થતા બેભાન હાલતમા કોઈ રીક્ષાચાલક સરકારી હોસ્પિટલ વાંકાનેર લઈ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કરેલ હતા.


મરણ જનારને એક બહેન અને બે ભાઈ છે. તેના પત્ની આરતીબેન તથા સંતાન દિકરી નંદની તથા ધુડી તથા દિકરો કાનો છે, તે ભાયાતી જાંબુડીયા બોર્ડ પાસે આવેલ પદમાવતી ટ્રાન્સપોર્ટ ખાતે ટ્રકમા ગ્રીસકામની મજુરી કરવા ઘરેથી ગઈકાલના સાંજના સાતેક વાગ્યે ગયેલ હતો અને ઘરે આવતો હતો ત્યારે બનાવ બન્યો હતો.


તા.૦૫/૧૧/૨૦૨૩ ના રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામા ફરિયાદી રણજીતભાઈ મુકેશભાઈ બાંભણીયા જાતે-વાંજા ઉ.વ. ૨૯ ધંધો-મજુરીકામ રહે-ગામ-વાંકાનેર સીટી સ્ટેશન પાસે વાળા પર તેમના કાકાના દિકરા મનિષભાઈ રાજુભાઈ બાંભણીયાએ જાણ કરેલ કે સરકારી હોસ્પિટલથી ફોન આવેલ છે કે તમારા સગા મેરૂભાઈને ઇજા થઇ છે. જેથી ફરિયાદી, મનિષભાઈ રાજુભાઈ બાંભણીયા, વિપુલભાઈ શંકરભાઈ બાંભણીયા તથા પ્રકાશભાઈ નવઘણભાઈ બાંભણીયા સરકારી દવાખાને ગયેલ મેરૂભાઈની લાશને પી.એમ. રૂમમાં રખાવેલ હતી.

કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!