ગાયત્રી મંદિર બાજુમાં રહેતો યુવાન ભોગ બન્યો
સીએનજી પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો
પિતા કડિયા કામ કરી ગુજરાન ચલાવે છે
વાંકાનેર: નજીક ઢુવા ચોકડી પાસે બાઈક સાથે બાઈક અથડાતા ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું સારવારમાં મોત નીપજ્યું હતું. સીએનજી પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે નાસ્તો લેવા માટે જતો હતો ત્યારે બનાવ બન્યો હતો. આશાસ્પદ યુવકના મોતથી કુટુંબમાં કલ્પાંત છવાયો હતો.


મળેલ માહિતી મુજબ વાંકાનેર ગાયત્રી મંદિર બાજુમાં રહેતા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (ઉંમર 26) ગઈકાલે રાત્રે આઠેક વાગ્યા આસપાસ પોતે મોટરસાયકલ ચલાવીને જતો હતો ત્યારે ઢુવા ચોકડી પાસે અજાણ્યા મોટરસાઇકલ ચાલક સાથે અકસ્માત થતા પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પિતા કડિયા કામ કરી ગુજરાન ચલાવે છે


કુટુંબે જણાવ્યું હતું કે, મૃતક ત્રણ બહેન અને એક ભાઈમાં મોટો હતો, સીએનજી પંપ માં નોકરી કરતો હતો. ગઈકાલે તે સીએનજી પંપ ખાતે નોકરી ઉપર હતો ત્યારે સાથી કર્મચારીઓ અને તેના માટે નાસ્તો લેવા ગયો હતો ત્યારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો…
