જીનપરાનો શખ્સ સર્પાકારે બાઈક ચલાવતા
વાંકાનેર: વઘાસીયા ટોલનાકા નજીકથી ગઈ કાલે રાત્રીના એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં નેશનલ હાઇવે પર કાર કોઇ કારણોસર અકસ્માતગ્રસ્ત બનતા પલ્ટી ખાઇ જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે
જ કમકમાટીભર્યું મોત થયું હોવાની માહિતી મળી છે….
આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ગઈ કાલે રાત્રીના નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી એક વરના કાર કોઇ કારણોસર અકસ્માત ગ્રસ્ત બનતા ડીવાઈડર સાથે અથડાઇ કાર પલ્ટી ખાઇ ગઇ હતી, જેમાં કાર ચાલક મયુર ઉર્ફે લલી લાલજીભાઈ રાઠોડ (ઉ.વ. ૨૮) નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાની માહિતી મળી છે….
બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે…
જીનપરાનો શખ્સ સર્પાકારે બાઈક ચલાવતા
વાંકાનેર જીનપરામાં રહેતો સતીષભાઇ નંદલાલભાઈ ગોહેલ (ઉ.વ.42) પોતાના હવાલાવાળુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેના રજી.નંબર જોતા GJ-03-BG-6276 કી.રૂ. ૧૫૦૦૦ વાળું જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકાર રીતે ચલાવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫ ૩ ૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…