ઓળનો ડમ્પર ચાલક પાડધરા ચોકડી પાસે દંડાયો
વાંકાનેર હાઈવે પર આવેલ સરતાનપર ચોકડી સામે તુલસી પેટ્રોલપંપ ખાતે ૪૮ વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત થયું હતું

મોરબીની સરતાનપર ચોકડી પાસે તુલસી પેટ્રોલપંપ રહેતા દીપસિંહ મોટાસિંહ રાવત (ઉ.વ.૪૮) નામના આધેડને ગત તા. ૨૮ ના રોજ સાંજના સમયે અચાનક છાતીમાં દુખાવો થતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

ઓળનો ડમ્પર ચાલક પાડધરા ચોકડી પાસે દંડાયો
વાંકાનેર તાલુકાના ઓળ ગામના ગોપાલભાઇ ગોવીંદભાઈ ચોરીયા (ઉ.28) સામે પલાંસ ચોકડીથી પાડધરા ચોકડી તરફ ટાટા કંપનીનુ ડમ્પર ટ્રક રજી, નં, જીજે ૩૬ એક્સ ૭૧૦૦ રોડ ઉપ૨ પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજા માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી નીકળી મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩૨૦૨૩ની કલ૨૮૧ તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધેલ છે…..
