પાડધરામાં ટ્રક ઉપર તાલપત્રી બાંધતી વેળાએ બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના પાડધરા ગામની સીમમાં આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં એક ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક ઉભો રાખી વરસાદી માહોલના કારણે ટ્રકની કેબીન ઉપર ચડી તાલપત્રી બાંધતી વખતે ઉપરથી પસાર થતી 66 કેવી વીજ લાઇનને હાથ અડી જતાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું….



જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ચાલક નેભાભાઈ હાજાભાઇ ઓડેદરા (ઉંમર વર્ષ 40)એ પોતાનો ટ્રક ઉભો રાખી વરસાદી માહોલ હોવાથી ટ્રકની કેબીન ઉપર ચડી તાલપત્રી બાંધતો હોય, દરમ્યાન ઉપરથી પસાર થતી 66 કેવી વિજ લાઇનને હાથ અડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી ટ્રક ચાલકનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે.

