વાંકાનેર: તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં ઇલેક્ટ્રિક શોક લગતા એક શખ્સનું મોત નીપજ્યું છે…
જાણવા મળ્યા મુજબ રંગપર ગામની સીમમાં આવેલ એક્ઝિમિસ ગ્રીન ફિલ્ડ નામના કારખાનામાં કામ કરતા મૂળ ચોટીલા તાલુકાના સાપર ગામના વતની નવઘણભાઈ દિનેશભાઈ જમોડ (ઉ.20) નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…