વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળની પાળી ઉપરથી યુવાન અકસ્માતે નીચે પડતા તેનું મોત નીપજયું હતું..
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીને રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રસિંહ પ્રેમલાલસિંહ રાજપુત (26) નામનો યુવાન કારખાનામાં લેબર ક્વાર્ટરમાં પહેલા માળે હતો ત્યારે
પાળી ઉપરથી કોઈ કારણોસર અકસ્માતે નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજથયેલ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે…