ટ્રાફિક નિયમના ઉલ્લંઘન સબબ 11 સામે કાર્યવાહી
વાંકાનેર: તાલુકાના જેતપરડા જાલી રોડ ઉપર આવેલ કારખાનામાં પતરાનું સમારકામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ટ્રાફિક નિયમન ઉલ્લંઘન સબબ 11 સામે પોલીસ કાર્યવાહી થઇ છે…

જાણવા મળતી માહિતી મુજબ જેતપરડા રોડ ઉપર પ્રોમેકટ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પાગલિયા શ્યામલાલ ચૌહાણ નામનો યુવાન પતરા ઉપર ચડીને પતરાનું સમારકામ કારખાનામાં કરી રહ્યો હતો. દરમિયાન ઉપરથી નીચે પટકાવાના કારણે તે યુવાનને ઇજગ્રસ્ત હાલતમાં પ્રથમ વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે…

ટ્રાફિક નિયમન ઉલ્લંઘન સબબ 11 સામે કાર્યવાહી
(1) રાજાવડલાના અજય ભુપતભાઈ સાથલીયા (2) કોઠીનાં નઝરૂદીન હુસેનભાઇ શેરસીયા (3) ગાંગીયાવદરના અજિત હરજીભાઇ લામકા (4) રાતડીયાના અશ્વિન મનજીભાઇ મેર (5) વાંકાનેર મનમંદિર સોસાયટી બસ સ્ટેન્ડ પાછળ રહેતા અનિલ કાનાભાઇ રાઠોડ (6) કોઠીનાં ઇસ્માઇલ મિમનજીભાઈ બાદી વાંકાનેર જીનપરા ગૌશાળા રોડ પર રહેતા ઘનશ્યામ પાંચાભાઇ મુંધવા (7) રાજાવડલાના સદ્દામ અલીશા શેખ (8) ગુંદાખડાના ભવાન જાદવભાઈ સાપરા (9) લિંબાળાના દિનેશ લાખાભાઇ કાટોડિયા (10) માટેલના મોમલ જાદુભાઇ ધેણોજા વાંકાનેર વિસીપરાના મહેશ કચરાભાઈ વાટુકીયા અને (11) ઢુવાના રાકેશ શામજીભાઈ રોજાસરા સામે ટ્રાફિક નિયમન ઉલ્લંઘન સબબ કાર્યવાહી થઇ છે….
