રાતાવિરડા ગામ નજીક બાળક ઘવાયો
માથકના યુવાનનું બાઇક સ્લીપ
ટંકારા: તાલુકાના કલ્યાણપર ગામે આવેલા વૃંદાવન પોલીપેક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા જગદીશભાઈ ધૂપે નામના 55 વર્ષના આધેડ કોઈ કારણોસર ઊંચાઈએથી પડી જતાં વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું..
સરાયા ગામના કારખાનામાં કામ કરતા અંગુઠો કપાઇ ગયો
ટંકારા તાલુકાના સરાયા ગામ પાસે આવેલ સામ કેટલ ફીડ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા માલકીયા અમિતભાઈ લીંબાભાઈ (ઉ.42) નો ડાબો હાથ મશીનમાં આવી ગયો હતો. જેથી ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઇ ગયા હતા.
રાતાવિરડા ગામ નજીક બાળક ઘવાયો
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ મોઝાર્ટ ગ્રેનાઈટો કારખાનાની લેબર કોલોનીમાં રહેતો રાજેશ મુંડા (ઉ.5)ને કોઇ અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા તેને સારવાર માટે મોરબી લઇ ગયા હતા…
માથકના યુવાનનું બાઇક સ્લીપ
હળવદ તાલુકાના માથક ગામે રહેતા દિગ્પાલસિંહ જયપાલસિંહ ઝાલાનું બાઇક સ્લીપ થઇ જતાં મોરબી ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા.
