વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ એક કારખાનમાં કામ કરતા શ્રમિક લેબર કોલોનીની છત ઉપરથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું..


જાણવા મળ્યા મુજબ ઢુવા નજીક આવેલ સમ્રાટ સેનેટરીવેર કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની પ્રહલાદભાઈ પરશુરામભાઈ કુશવાહા (ઉ.46) નામના શ્રમિક લેબર કોલોનીની છત ઉપરથી નીચે પટકાતા શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
