બાથરૂમ કરવા જતાં બનેલી ઘટના
વાંકાનેર: તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર કવાટર્સમા રહેતો તરુણ રાત્રીના ઊંઘમાં ઉઠી બાથરૂમ કરવા જતાં છત ઉપરથી નીચે પટકાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ માટેલ ગામની સીમમાં આવેલ લેપર્ડ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રમઝાનભાઈ નિજામુદિનભાઈ નાઈ ઉ.15 નામનો તરુણ ગઈકાલે રાત્રે લેબર કોલોનીમા છત ઉપર સૂતો હતો ત્યારે 


રાત્રીના ઊંઘમાં ઉઠી બાથરૂમ કરવા જતાં છત ઉપરથી નીચે પટકાઈ જતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન રફળિયા ખાતે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
