વાંકાનેર: અહીં રહેતા એક યુવકનું મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલમાં કોઈ કારણસર ત્રીજા માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું.


જાણવા મળ્યા મુજબ વાંકાનેર રહેતા આદમભાઈ યશુખભાઈ શેખ (ઉ.વ.૪૦) નામનો યુવક મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલમાં કોઈ કારણસર ત્રીજા માળેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે…
