આરોગ્યનગરમાં થયેલ ઝઘડામાં સામી ફરિયાદ પણ થઇ છે
વાંકાનેર: તાલુકાના લુણસર પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનના પટ્ટામાં માથું આવી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ઉમેશ પંચુભાઈ અઘેરવાલ (૨૩) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો
દરમ્યાન કોઈ કારણોસર મશીનના પટ્ટામાં તેનું માથું આવી જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા
પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
આરોગ્યનગરમાં થયેલ ઝઘડામાં સામી ફરિયાદ પણ થઇ
વાંકાનેર : શહેરના આરોગ્યનગરમાં શેરીમાં કામ કરતા મજૂરોને ગાળો આપવા મામલે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા આ ઝઘડામાં છરી અને પાઇપ ઉડતા સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા નરવિરસિંહ લખધીરસિંહ ઝાલાએ સીટી પોલીસ મથકમાં આરોપી ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની સામેની શેરીમાં રહેતા આરોપી ગિરિરાજસિંહ શેરીમાં કામ કરતા મજૂરોને ઉંચા અવાજે ગાળો આપતા હોય ગાળો નહીં બોલવાનું કહેતા છરી વડે હુમલો કરી પાઇપ વડે માથામાં ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી.