કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સામસામા મોટરસાયકલ અથડાતા અકસ્માતે મૃત્યુ

વાંકાનેર: તારીખ ૧૧/૦૨/૨૦૨૪ ના માટેલ રોડ પર સામસામા મોટરસાયકલ અથડાતા એક શખ્સનું મૃત્યુ નીપજેલ છે.

આ બનાવ અંગે નટવરગઢ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળા અશોકભાઈ બબાભાઈ ચીહલા જાતે કોળી (ઉ.વ.૪૦) ફરીયાદ લખાવેલ છે કે એમનો દીકરો સાહીલ મકનસર ખાતે તેના મામા દશરથભાઈ સાથે રહેતો હતો અને માટેલ રોડ પર આવેલ ઈડીકોન પેપરમીલમા છેલ્લા ચારેક મહિનાથી કામ કરતો હતો.

ગઇ તારીખ ૧૧/૦૨/૨૦૨૪ ના સાંજના ભોલે હોટેલ વાળાનો ફોન આવેલ કે વાંકાનેર તાલુકાના માટેલ રોડ વિકાસ હોટલ સામે અકસ્માત થયેલ છે, જેથી ફરિયાદીએ એમના સઁબઁધીને જાણ કરતા ત્યાં પહોંચી ગયેલ. સાહીલ તેનું મોટર સાયકલ લઈ માટેલ તરફથી આવતો હતો,

તે દરમ્યાન એક હીન્દીભાષી તેનું મોટર સાયકલ વિકાસ હોટલ પાસેથી નીકળેલ અને એકદમ રોડ પર લાવતા બંને મોટર સાયકલ અથડાયેલ.

મોટર સાયકલ હીરો સ્પલેન્ડર રજી.નં. GJ13AL3394 વાળુ અને સામાવાળા મોટર સાયકલ ચાલક હીન્દીભાષીનુ મોટર સાયકલ રજી.નં. UP80ES0949 સામસામા અથડાયેલ હતા.


ઇજાગ્રસ્તને ક્રિશ્ના હોસ્પિટલ મોરબી ખાતે લઈ ગયેલ સાહીલને ડોક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ. ફરિયાદીના નાના દીકરા સચીનનું પણ છ એક વર્ષ પહેલા માથે દીવાલ પડતા મરણ થયેલ હતું.

પોલીસ સ્ટેશનેથી

લપાતો છુપાતો દુકાનોના તાળા ફંફોસતા:
ભાટિયા સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા ધર્મેન્દ્ર ભાવેશભાઈ પનારીયા રાત્રીના સમયે વાંકાનેર હાઇવે જડેશ્વર ચેમ્બરની દુકાનો પાસે આંટાફેરા કરતા અને ઢુવા ચોકડી પાસે મૂળ ચોટીલા તાલુકાના દેવીપૂજક નરેશ રણછોડ માથાસુરીયા રાત્રીના લપાતો છુપાતો દુકાનોના તાળા ફંફોસતા ઝડપાયો છે.
પીધેલ:
જીનપરા જુના ચંદ્રપુર રોડ પર રહેતા નવઘણ ઘોઘાભાઈ રાણેવાડિયા પીધેલ પકડાયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!