ચાલુ ટ્રેક્ટરે પડી જતા વ્હીલ તેના પરથી ફરી વળ્યું
વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે આધેડ ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેક્ટરે તેને હાર્ટ અટેક આવતા તે અકસ્માતે ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રેક્ટરના વ્હીલ તેના માથા, છાતી અને શરીર ઉપરથી ફરી જતા તે આધેડને ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું જે બનાવની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા પોપટભાઈ વાલજીભાઈ સાપરા (51) પોતાનું ટ્રેક્ટર લઈને ગુંદાખડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને પોતાના ખેતરેથી ટ્રેક્ટર લઈને આવી રહ્યા હતા દરમિયાન ચાલુ ટ્રેક્ટરે તેમને હાર્ટ અટેક આવતા તેઓ ટ્રેક્ટર ઉપરથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રેક્ટરના વ્હીલ તેના માથા, છાતી અને શરીર ઉપરથી ફરી ગયા હતા જેથી કરીને તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી તેમને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન પોપટભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના દીકરા અશોકભાઈ પોપટભાઈ સાપરા (36) રહે. ગુંદાખડા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મૃત્યુના બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…