વાંકાનેર: મોરબી નેશનલ હાઇવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતાં એક બાઈક ચાલકને સામેથી આવતા આઇસર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવ મામલે આઇસર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડથી મોરબી તરફ જુની અશ્વમેઘ હોટલ સામે ગઈ કાલે બપોરના સમયે પસાર થતા રમેશભાઈ મોતીભાઈ ઝાલા
(ઉ.વ. ૩૬, રહે. ધારાડુગરી, તા. સાયલા) ના બાઇક નં. GJ 03 BK 6047 ને સામેથી પૂરઝડપે આવતા આઇસર ટ્રક નં. GJ 13 W 0609 ના ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવી,
બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને મોઢાના ભાગે તથા પગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક યુવાનના મોટાભાઈ
હકાભાઈ મોતીભાઈ ઝાલાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આઇસર ચાલક વિરોધ ફરિયાદ નોંધાવી છે…