સ્વપ્નલોક સોસાયટીનો બનાવ
વાંકાનેર: શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા એક યુવાનને ઇલેક્ટ્રીક શોક લાગવાથી કરૂણ મોત થયાનો બનાવ બન્યો છે….



જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ રાજુભાઈ રાતડીયા (ઉંમર વર્ષ 22) નામનો યુવાન પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેક્ટ્રીક શોક લાગતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારમાં યુવાન પુત્રનું મોત થતા ભારે કરુણાંતિકા સર્જાઇ છે….
