કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

રંગપરમાં સાપ કરડતા/ મચ્છુ-1માં ડૂબી જતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશનો યુવક ગઈકાલે વાડીમાં સુતો હતો ત્યારે સાપ કરડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં વેલારી ભેખડ પાસે મચ્છુ – 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અંદાજે 30થી 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા બનાવ અંગે રૂપાવટી ગામે રહેતા ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા વ્યક્તિના વાલી વારસ અંગે શોધખોળ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!